1). બદલાતી ફેશન સાથે પોતાને બદલો.:- વર્તમાન ફેશન ટ્રેન્ડ સાથે અપડેટ રહો અને વધારે ગ્રાહકોને આકર્ષવા માટે ટ્રેડિશનલ ડિઝાઇનમાં આધુનિક ઘટકોનો સમાવેશ કરો ફેશન ડિઝાઈનર સાથે Collaboration (સહયોગ) કરો જે ટ્રેડિશનલ જરી ના નવા ઉત્પાદન ,નવી વેરાઈટી બનાવવા મદદ કરી શકે છે.
2). જરીમાં સ્કિલફુલ કારીગર બનાવો:-
કારીગરોને જરી બનાવવાની કલામાં તાલીમ આપતા કાર્યક્રમોને સમર્થન આપો આનાથી ટ્રેડિશનલ કારીગરી જાળવવામાં અને ઉદ્યોગ માટે કુશલ કારીગરોનો સતત પૂર્વથો સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે એટલે હોશિયાર કારીગર હંમેશા મળી રહેશે અને જે હોશિયાર કારીગરો હશે તેને રોજગારી પણ તુરંત મળી રહેશે.
3). જરીમાં Standardization લાવો:-
ટ્રેડિશનલ જરીમાં સ્ટાન્ડરાઈઝેશન લાવવું જરૂરી છે જેથી અનહેલ્ધી કોમ્પિટિશન ના થાય એટલે કે 6 ગ્રામ ની જરી હોય તો તેને મશીન ટેસ્ટ કરી ટેસ્ટ કરે તો ખબર પડવી જોઈએ કે તે ૬ ગ્રામની જ ઝરી છે જેથી દરેકની ક્વોલિટી એકસરખી બનશે અને હેલ્ધી કોમ્પિટિશન થશે.
4). ઝરીની પ્રોડક્ટ રેન્જમાં વિવિધતા લાવો:-
ખાસ પ્રસંગો માટે જરીની એસેસરીઝ ,હોમ ડેકોર આઈટમ અથવા કસ્ટમરની જરી ડિઝાઇન નો સમાવેશ કરવા માટે ટ્રેડિશનલ વસ્ત્રોથી અલગ પ્રોડક્ટ બનાવવી જોઈએ એટલે કે જરી સાડી થી અલગ પ્રોડક્ટ બનાવવી જોઈએ આ વૈવિધ્યકરણ નવા બજારો અને આવકના પ્રવાહો ખોલી શકે છે.
5). જરી માટે Export ની તકોને Explore કરો:-
Export બજારોને ઓળખો જ્યાં ઉચ્ચ ગુણવત્તાની ટ્રેડિશનલ જરીની માંગ છે એક્સપોર્ટ એજન્સીઓ સાથે ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓમાં ભાગ લેવાથી સંભવિત ખરીદારોને ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં મદદ મળી શકે છે.
6). સરકારની વિવિધ યોજનાઓનો લાભ લો:-
સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવો અને જરી વેપારીઓ અને કારીગરોને ઉપયોગી થાય એવી યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને થાય તેવા પ્રયાસો કરો સરકાર પાસે જરી માટે સ્પેશિયલ સ્કીમની માંગણી કરો જેથી ઝરી ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર આવી શકે.
7). રિસર્ચ અને ડેવલપમેન્ટ :-
જરી ના વ્યાપાર ને ફરી બેઠો કરવા માટે સૌથી અગત્યનો મુદ્દો એ રિસર્ચ અને ડેવલપમેન્ટનો છે જરી માર્કેટના રિસર્ચ માટે જુદી જુદી ટીમ બનાવી લોકલ માર્કેટની સ્ટડી કરવા માટે અલગ ટીમ બનાવો જે ઝરીમાં વપરાતી વસ્તુઓ અને જરી બનાવતી વખતે પડતી મુશ્કેલીઓ પર રિસર્ચ કરે અને ઉપાયો શોધો એવી જ રીતે બહારગામના માર્કેટ માટે અલગ રિસર્ચ ટીમ બનાવો જે માર્કેટની સ્થિતિ અને ઓપોર્ચ્યુનિટી વિશે માહિતગાર કરી શકે.
ઉપરની Strategy ઓ અમલમાં મૂકીને ટ્રેડિશનલ જરી ઉત્પાદકો પડકારોને દૂર કરી શકે છે અને જરી કારીગરીના સમૃદ્ધ વારસાને જાળવી રાખીને આજના સ્પર્ધાત્મક બજારમાં વિકાસ કરી શકે છે.
જરી ઉદ્યોગ માટે રામબાણ ઉપાય હવે આવતા લેખમાં જોઈશું.
From best jari manufacturer in surat
